માનવીના મન ઉપર કલમ અને સંગીતના સૂરોથી સર્જરી કરતો અનોખો ડૉક્ટર: કૃપેશ ઠક્કર
મૂળ કચ્છના અને જામનગરની મૅડિકલ કૉલેજના વિદ્યાર્થી ડૉ.કૃપેશે ગાયકી ક્ષેત્રે આગવું સ્થાન મેળવ્યું.
ગુજરાતી ફિલ્મોમાં ગીત ગાઈ, કમ્પોઝ કરી ૨૦૦ થી પણ વધુ ગીતો લખવાનો અનોખો રૅકોર્ડ
કૉલેજના ગુરૂવર્ય પ્રોફેસરો પાસે મ્યુઝિક આલ્બમ લૉન્ચ કરાવી શિષ્યએ અનોખી ગુરૂદક્ષિણા આપી
ઉભરતા ગાયકો માટે એક સુંદર પ્લૅટફોમ
જન્માષ્ટ મીના આગામી ડૉ.કૃપેશ ઠક્કર દ્વારા ‘ક્યાં છે કાની?’ ખાસ કૃષ્ણ ગીતો ઉપરની આલ્બમ રજૂ થનાર છે, જેમાં ૪ ભાષામાં કૃષ્ણ ગીતો રજૂ થયાં છે. આ ઉપરાંત ‘સૂર ગુજરાત કે’ સંગીતમય કાર્યક્રમો દ્વારા ઉભરતા ગુજરાતી ગાયકોને એક સુંદર પ્લેટફોર્મ પુરૂ પાડવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. રાજ્યમાં તેમજ વિશ્વમાં અનેક શહેરોમાં સોશ્યલ મીડિયાના ઈન્ટરનેટ માધ્યમથી ગુજરાતી ગાયકો આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં છે.

મન ઉપર સંગીત રૂપી અનેરૂ સર્જન
જામનગરની એમ. પી. શાહુ મેડિક્લ કૉલેજું વિશ્વના અનેક નામી-પ્રતિષ્ઠિન સર્જનોની તબિબિ જગતમાં ભેંટ આપી. છે હવે, આજ એક ‘સંગીત સર્જકની ડૉ.રૂપેશ દરરૂપી ભેટ સંગીત જગતને આપ્યાનું ગૌરવ લઈ શકે છે. સામાન્ય રીતે એક ડૉક્ટરને કાતર લઇ શરીર ઉપર સર્જરી કરતાં જોવા એ સામાન્ય બાબત છે, પણ અમેરિકાનું ગ્રીનકાર્ડ છોડી માદરે વતનના સંગીતપ્રેમને લઈ એક ડૉક્ટર હાથમાં કાતરની જગ્યાએ ક્લમ અને મન ઉપર સંગીતરૂપી અનેક સર્જન કરતાં જોઈ ડૉ. કૃષ્ણને તેઓની સંગીતયાત્રા માટે બૅસ્ટ ઓફ લક…
સંગીતનો શોખ એક સર્જનને પણ કેટલી હદે પાગલ કરી શકે છે, તેનું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો છે જામનગરની એમ. પી. શાહ મૅડિકલ કૉલેજમાં અભ્યાસ કરી એમ.બી.બી.એસ. ડૉક્ટર બનેલા ડૉ.કૃપેશ ઠક્કર,.. જેઓએ ડૉક્ટરીની સાથે સાથે તેમના સંગીત પ્રત્યેના શોખને જીવંત રાખી ૨૦૦ થી વધુ ગુજરાતી તેમજ હિન્દી ગીતો લખ્યા અને કમ્પોઝ પણ કર્યા છે.
કચ્છના માંડવી ગામમાં જન્મેલા કૃપેશ ઠક્કરના પિતા શશીકાંતભાઈ ઠક્કર ડૉક્ટર હોય, ‘વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા..’ ગુજરાતી કહેવતને સાર્થક કરતા કૃપેશભાઈએ પણ પિતાનો વારસો જાળવી રાખી મેડિકલ અભ્યાસની સાથે એમ.બી.બી.એસ. ડૉક્ટરી પાસ કરી, પણ સંગીત પ્રત્યેનો તેમનો લગાવ ડૉક્ટર બન્યા બાદ પણ છૂટયો નહીં અને આજે તેઓ ગુજરાતી ફિલ્મના એક અદના ગાયક તરીકે ઉભરી રહ્યાં છે.
ઘો.૧૦ માં કવિતા લખવાનાં શોખ અને કુટુંબમાં વડિલો દ્વારા જાહેર કાર્યક્રમોમાં લોકગીતો રજૂ કરવાની વાતોથી પ્રેરાઈને ડૉ. કૃપેશે પણ ગાયકી ક્ષેત્રે ઝંપલાવ્યું. યુએસએમાં અભ્યાસ દરમિયાન સવારે એમ.એચ.એ. (માસ્ટર ઈન હૉસ્પિટલ ઍડમિનિસ્ટ્રેશન ના વર્ગો અને સાંજે રેકોર્ડિંગ ઍન્જિનિયરના વર્ગો સાથે-સાથે કર્યાં. રેકોર્ડિંગ ઍન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃપેશભાઈએ તેમના માદરે વતન કચ્છમાં રેકૉર્ડિંગ સ્ટુડિઓ રૂા.૨૦ લાખના અદ્યત્તન ઈન્ટિમેન્ટ્સ સાથે શરૂ કર્યો છે.
જામનગરની એમ.પી. શાહે મૅડિકલ કૉલેજમાં અભ્યાસ દરમિયાન અનેક સહવિદ્યાર્થીઓ અને કોલેજના પ્રોફેસરો દ્વારા ડૉ. કૃપેશને ગાયકી ક્ષેત્રે પ્રોત્સાહન મળતું રહ્યું. ડૉકટર બન્યા બાદ તેમજ ગુજરાતી ફિલ્મોમાં ગાયક, કમ્પોઝર બન્યા પછી પણ કોલેજનું ઋણ અદા કરવા ડૉ.કૃપેશે તેમના દ્વારા બહાર પાડવામાં આવેલ મ્યુઝિક આલ્બમ ‘રામધૂન’નું લૉન્ચિંગ તેમના જ વડિલ પ્રોફેસરો હસ્તે કર્યું હતું, આ આલ્બમમાં ડૉ. કૃપેશ ઉપરાંત તેમની ૬ વર્ષની પુત્રી વાચા ઠક્કરે પણ સૂર આપ્યો છે… રામધૂનમાં ‘રામચરિત માનસ’ની ચોપાઈના શ્લોક સુમધુર અવાજમાં સુંદર રીતે કમ્પોઝ કરી રજૂ કરાયા છે.
ડૉ,કૃપેશ ઠકકરે ‘સાંજ સમાચાર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ગુજરાતી વૅડિંગ ઈન ગોવા’માં તેઓએ રોમેન્ટિક સોંગ લખ્યું છે તેમજ જુન મહિનામાં રિલિઝ થનારી ફિલ્મ ‘ફૅમિલી સર્કસ’ માં તેમના દ્વારા લખાયેલ ગીત જાણીતા બોલિવુડ ગાયક શાન દ્વારા ગાવામાં આવ્યું છે.
ફિલ્મો ઉપરાંત તેઓ અનેક મ્યુઝિકલ કાર્યક્રમો દ્વારા બાળકો અને યુવાનોમાં રહેલી સંગીત પ્રત્યેની ધગરા બહાર લાવવા પ્રયત્નો કરે છે. ‘જન ગણ મન..’ ઍપિસોંડ તેઓનો પ્રખ્યાત શો છે, જેને યુ-ટ્યુબ ઉપર ૭૦ લાખથી વધુ યુ-ટ્યુબ યુઝરોએ જોયો છે.
પાશ્ચાત્ય અને ભારતીય સંગીતના મિશ્રણથી યુવાઓને આપણી મૂળ સંસ્કૃતિ તરફ લઈ જવાનો મારો પ્રયત્ન છેઃ ડૉ. કૃપેશ
‘સાંજ સમાચાર’ સાથેની મુલાકાત દરમિયાન ડૉ.કૃપેશે જણાવ્યું હતું કે, પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકી રહેલાં યુવાધન તેમજ બાળકોને સંપૂર્ણ રીતે આપણા પ્રાચીન સંગીત અને સાંસ્કૃતિક ધરોહર તરફ ઢાળવા ખૂબ કઠિન છે, ત્યારે મેં નવો માર્ગ અપનાવ્યો અને પાશ્ચાત્ય તેમજ ભારતીય સંગીતનું બૅલેન્સ કરી અલગ ફ્યુઝન દ્વારા યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ તરફ ઢાવળા પ્રયત્ન કરૂ છું. મારા સંગીતમાં કૃષ્ણ ઉપરના જન્માષ્ટમી ગીતો હોય કે પછી ‘રામધૂન’ના શ્લોક હોય કે સમાજના વિવિધ સંબંધો પિતા-પુત્રી, ભાઈ-બહેન, પતિ-પત્નીને લગતાં પ્રેમ ઉપરના ગીતો હોય. હું પાશ્ચાત્ય સંગીત સાથે તેને લણી લઈ યુવાઓમાં વહેતા મકુંછું અને મારા આ પ્રયોગમાં મને સારી એવી સફળતા પણ મળી છે, આજેમારા દ્વારા લખાયેલા અને કમ્પોઝ કરાયેલા ગીતો યુ-ટ્યુબ ઉપર લાખો સંગીતપ્રેમીઓ માણી રહ્યાં છે.